Tuesday, 4 May 2021
પહેલી વાર જોયો છે
Monday, 3 May 2021
બાળક ( Behavior with children )
બાળકો જ્યારે .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે ..
ત્યારે તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો.
તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે..
50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી..
ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું...
એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે...
કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...?
ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે....
સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો...
આજે બાળકોને બોલવાનું કોઈ ભાન નથી હોતું. નાના મોટા નું કોઈ જ્ઞાન નથી..
કોઈ ના ઘરે સોફા, ફર્નિચર ઉપર કુદતા અથવા ઘરમાં કોઈ પણ જાત નું નુકશાન કરતા બાળકોને તેના માઁ બાપ રોકતા નથી..અથવા નજર અંદાજ કરતા હોય છે....
માઁ બાપના આવા વિચિત્ર વર્તન થી ઘણી વખત સામેની વ્યક્તિ દુઃખી થાય છે. અથવા તેમના બાળકોને ઠપકો તેમના માઁ બાપ ને બદલે પોતે આપવો પડે છે...
બાળકોના ખરાબ વર્તન વ્યવહાર ઉપર હસી તાળીઓ પાડી તેને પ્રોતસહિત કરતા માઁ બાપ એજ બાળકો પાસે ઘડપણમાં સારા વર્તન વ્યવહાર ની અપેક્ષા રાખતા હોય છે...
મહેમાન આવ્યા હોય ત્યારે તેની સામે સેક્સી ડાન્સ કરાવી પોતાની જાત ને ફોરવર્ડ સમજતા માઁ બાપ પોતાના બાળકો ને ગાયત્રી મંત્ર..કે હનુમાન ચાલીસા બોલતાં પણ શીખવાડતાં નથી..
આધુનિકતાની દોડ પોતાના બાળકોને સર્વ શ્રેષ્ઠ બનાવવાની હરીફાઈમાં સંસ્કૃતિ ને લાજે તેવું વર્તન માઁ બાપ કરવા લાગ્યા છે...
સમય સાથે આધુનિકતા સ્વીકારવી જોઈયે પણ આધુનિકતાના નામે બાળકો ને સ્વચ્છંદી બનાવી આપણે આપણા પગ ઉપર કુહાડો નથી મારતા ને ?
અમારા ઘરે...આવેલ એક બાળક આખા ઘર માં ફરીને બોલ્યો.
અંકલ તમારી પાસે LCD TV નથી..અમારા જેવું..મોટું ફ્રીજ નથી ફોન નથી, કાર છે?
મેં કીધું નથી...
એટલે એ બાળક બોલ્યો, અંકલ
તો પછી તમે ગરીબ છો...
બેશરમ તેમના માઁ બાપ તેને વાળવાને બદલે હસવા લાગ્યા...
મેં કીધું....બેટા... તારા ઘર મા પૂજા નો રૂમ છે.?
એ બાળક એ તેના મમ્મી પપ્પા સામે જોઈ બોલ્યો.... પૂજા રૂમ ?...એ કેવો હોય...
મેં કીધું આવ બેટા ..તને બતાવું....
પૂજા નો રૂમ જોઈને એ બોલ્યો... ના આવો કોઈ રૂમ અમારે ત્યાં નથી...
બેટા, જેના ઘર માં ભગવાનનું સ્થાન નથી, એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ કહેવાય. પૂછી લે તારા મમ્મી પપ્પા..ને...
બાળક અને તેના મમ્મી પપ્પા નીચી મૂડી કરી સાંભળી રહ્યા....
મિત્રો..
પોપટ બોલે ઘર ની વાણી.. તમે જેવું..બોલો..તેવું તમારા બાળકો બોલે.....કુમળો છોડ હોય ત્યારે જેમ વાળો તેમ વળે..એ યાદ રાખવું...એક વખત જીભ અને હાથ છૂટો થયો પછી તેને રોકવો..મુશ્કેલ છે..
#Behavior
Love Shayri, status
મન ગમતી વ્યક્તિ સાથે કંઈક એવુ સગપણ હોય છે
તેમની યાદો સાથે નુ એકાંત પણ અવસર જેવુ હોય છે💞
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હું હતો સમય ને એ હતી કહાની,
હું પસાર થઈ ગયો ને એ લખાઈ ગઈ...!!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અમુક ઝખમ એવા પણ હોય છે
કે જે નાં તો દવા થી મટે છે
કે નાં તો દુવા થી મટે છે
એતો બસ માત્ર"અવ્યક્તા"
કોઈક નાં દેખાવાથી મટે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મહેલો ની જરૂર હોય છે
માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઇના
ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છૅ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જિંદગી માં ગમે તેવી ખુશી
આવે પણ,
અમુક માણસ વગર ની બધી ખુશી
બેકાર છે......💎
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોઈ લખે પ્રણયમાં તો કોઈ લખે વિયોગમાં,
કોઈ બની ગયા પ્રખર કોઈ બની ગયા કબર,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
''અજીબ લડાઈ ચાલી રહી છે આ રાતમાં '' "આંખ કહે છે સુવા દે..અનૈ દીલ કહે છે રેવા દે..😞🤦♂️
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મળે છે તું ક્યાં મને,
છતાં બંધ આંખે તને
જોવાની આદત છે મારી !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તારી તમામ પિડા ઓ સામે ઢાલ ધરું, આવ.....તને હું વ્હાલ કરું
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
🤞કિરદાર ચાહે કોઈ ભી હો ♥️ કાહની હસીન હોની ચાહિયે 💖💫
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
લોક નજરથી તને બચાવું કેમ,
તું ચાંદ છે આસમાનનો તને છૂપાવું કેમ.❣️
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Sunday, 2 May 2021
Corona time
Corona time
ફરી છાસ વલોવી ને માખણ માંથી ઘી બન્યું,
અને બઝાર નું બટર ને ચીઝ બંધ થયું.
ફરી દાળ પલાળી ઢોસા નું ખીરું બન્યું,
ને બઝાર નું વાસી ખીરું બંધ થયું.
ફરી ઘઉં ને બાજરા ના રોટલા બન્યા,
ને બઝાર ના પાંઉ ને પીઝા બંધ થયા.
કોણ કહે છે કે આ "રોગ" છે,
અરે આ તો "નીરોગી રહેવાનો સંજોગ છે."
રહો મસ્ત રહો💐
Saturday, 1 May 2021
કોરોના અને લગ્ન (Corona and Marrige)
"કોરોના" અને "લગ્ન"
બન્ને સરખા લાગે છે..
જેમકે.😂
1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે.😂
2. બંનેમાં જાન જાય છૅ.😂
3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂
4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ.😂
5. બન્ને માણસોના મેળાવડાથી થાય છે.
6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂
7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે છે. કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂
8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન કરવામા આવે છે.😂
9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા ફરવાની છૂટ મળે છે.😂
10. કોરોના રોગમાં નાકમાથી પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.
11. કોરોના વાઇરસ ચીનથી આવ્યો છે બીજો સાસરેથી આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂
12.બન્ને રોગમાં અસર તો
હૃદયની આસપાસ જ થાય છે.😂
13.એક મા "દેશી ઉકાળો"
અને
બીજા માં "લોહી ઉકાળો"
14.લોકડાઉન થયા પછી બહાર જઇયે તો મોર બોલે
અને લગન પછી ઘરે મોરની જેમ બોલે😜😜
😂😂🥰😂😂 કવિ ના આ લખાણ પછી કોઈ પણ જાતનો નવુ લખવાની ઈચ્છા રહી નથી આમાં કવી કોણ તે પણ જાતે નક્કી કરવાનું છે...
Wednesday, 28 April 2021
Wednesday, 9 December 2020
સંબંધ Relation
કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજારમાં,
વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યાપારમાં.
ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:
"શું કીમત છે સંબંધની?"
દુકાનદારે કહ્યું : કયો લેશો?
"બેટાનો" આપું, કે "પિતાનો?"
"બહેનનો", કે "ભાઈનો?" કયો લેશો?
"માણસાઈનો" આપું કે "પ્રેમનો" આપું?
"માં" નો આપું કે "વિશ્વાસનો?" કયો આપું?
બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો,
કંઈક બોલો તો ખરા!
"મેં ડરીને" પૂછ્યું : "દોસ્તનો સંબંધ?"
દુકાનદાર "ભીની આંખોથી" બોલ્યો:
"સંસાર" આ "સંબંધ" પર જ તો "ટકેલો" છે,
"માફ કરજો! આ "સંબંધ" બિલકુલ નથી,
આનું કોઈ "મુલ્ય" લગાવી નથી શક્યુ,
પણ
જે દિવસે આ વેચાઈ જશે,
એ દિવસે આ સંસાર ઉજ્જડ થઈ જશે.
આ રચના મારા સૌ "સ્નેહી-મિત્રોને અર્પણ" છે.
સારૂ છે, "પાંપણનું કફન" છે,
નહીંતર આ "આંખમાં" ઘણું બધું "દફન" છે!
છુ ગુજરાતી - Gujarati
છું ગુજરાતી, ગુજરાતી સાથે લગાવ હોવો જોઈએ,
સાથે છું હિન્દુસ્તાની, બધા સાથે ભાવ હોવો જોઈએ.
તારું ને મારુ એથી આગળ વધો તો બને સહિયારું છે,
દિલમાં "પ્રકાશ", એવો એકતાનો વહાવ હોવો જોઈએ.
એને દરદ કહો, કે પેઈન કહો કે કહો મર્જ ભલે "પ્રકાશ",
શબ્દો છોને ભાત ભાતનાં, દિલનો લગાવ હોવો જોઈએ.
ઉર્દુ હિંદી ગુજરાતી અંગ્રેજી ભાષાઓ છે ભાત ભાતની,
ભાત ભાતનાં છે મનેખ, બસ પ્રેમ પ્રભાવ હોવો જોઈએ.
કોઈ ઈશ્વર, અલ્લાહ કોઈ જીસસ કોઈ કહે છે વાહેગુરૂ,
નામ છો ને ભિન્ન ભિન્ન, બસ શ્રદ્ધાનો ઠરાવ હોવો જોઈએ.
આપણે તો માણસની જાત, જાતને પુરવાર કરી શકીએ,
"પ્રકાશ" જીંદગીમાં એવો એકાદ તો બનાવ હોવો જોઈએ.
"પ્રકાશ-ઘાયલ"
Tuesday, 21 July 2020
❛ત્યારે પ્રોબ્લેમ થાય છે❜
Friday, 17 July 2020
ગમતું નથી (વિદ્યાર્થીઓની વેદના)
Monday, 13 April 2020
Sunday, 29 March 2020
Padkar The Challenge | Full Gujarati Movie (HD)
Sunday, 19 January 2020
Saturday, 18 January 2020
Thursday, 16 January 2020
Saturday, 11 January 2020
Online Love
Tuesday, 7 January 2020
નામ પર તારા શિલાઓ પણ તરે...
Sunday, 5 January 2020
હાલો ચા પીવા ...
Wednesday, 1 January 2020
Monday, 30 December 2019
Sunday, 29 December 2019
Tuesday, 24 December 2019
Sunday, 22 December 2019
જવાબદારી
આજનો માણસ.....
Friday, 20 December 2019
Thursday, 19 December 2019
Tuesday, 17 December 2019
World's rule
Monday, 16 December 2019
Sunday, 15 December 2019
Saturday, 14 December 2019
સાથમાં તારી...
Thursday, 12 December 2019
Wednesday, 11 December 2019
પહેલી હરોળમાં | First
Tuesday, 10 December 2019
Coming #આવજે
Monday, 9 December 2019
Saturday, 30 November 2019
Merry Christmas Wishes and Messages
=================================================
May this festive season sparkle and shine, may all of your wishes and dreams come true, and may you feel this happiness all year round. Merry Christmas!
=================================================
A lovely thing about Christmas is that it’s compulsory, like a thunderstorm and we all go through it together. Let’s buckle up and enjoy the ride.
=================================================
Wishing you a magical and blissful holiday!
Have a merry Christmas and prosperous New Year!
=========================================
May this Christmas season
Brings you nothing but fond memories,
Happiness and laughter.
=================================
Let us forget the past and start anew,
wishing to see you this Christmas!
===============================
I wish this holiday season you would receive
Love, peace and joy for the whole year,
Merry Christmas!
===================================
May you receive the greatest gift of all this Christmas,
someone to share your life with,
Merry Christmas!
===========================================
If I could tell Santa what to give you,
It would be happiness and peace
Not just this Christmas,
but for the entire year
===========================
May your home be filled with joy and love
This Christmas season.
Wishing you a wonderful holiday!
====================================
May the blessings and happiness
Of Christmas season be yours
May the next year be better and happier
Happy Holidays!
======================================
Open the gift of happiness and love this Christmas
And share them with the others.
Have a blissful and happy Christmas!
========================================
To a joyful present and a well-remembered past. Best wishes for Happy Holidays and a magnificent New Year.
=================================================
Christmas is the festival of love and spirit
So let us drink the spirit to feel love
Merry Christmas to You
=================================
The rain may wet us when we want to be dry, the pain may occupy us when we want to live life, but thing that will not change is that we will always love Santa Clause!!
========================================================
I am so very thankful to you, Mom and Dad, you made our childhood filled with wonderful memories that we can rejoice today!! Merry Christmas to you both!!
========================================================
Today on this beautiful day I want to wish my brother for all the love he had bestowed upon!! We may fight a lot, we may get upset with each other the most but at the end of the day it feels great to have a friend who will never go away!! Merry Christmas!!
========================================================
This is my thanks to my beautiful and intelligent sister, who has with her small acts taught m4e the greatest lessons of life. Wishing her the most exciting life on this Christmas!!
========================================================
I feel so lucky to have a mom like you who gives most of her time in teaching me the great sense of life. I wish you for the most amazing merry Christmas!!
========================================================
Guess why this Christmas is more special for me? It's because I would be celebrating this day with a cute friend like you!! Merry Christmas my dear friend!!
========================================================
Today on this special day of Christmas I want to wish you with a great life ahead as you are the one who had filled my life with lots of love and life!! Wishing you a great merry Christmas!!
========================================================
Hey dear friend Santa brought you into my life because he knew what could make me feel happy!! Wishing Merry Christmas to my best friend and the best p-person in my life!!
========================================================
You are the one and only one person apart from my family members who knows everything about me and still be with me in all the thick and thin!! Merry Christmas my best friend!!
========================================================
Friends like you are like angel who will always guard you in every situation!! I want to be in my life always!! Merry Christmas to the best person in the world and my best person!!
========================================================
No matter you like my choice or not but this is the wish from my side!! It's the thought that matters and I have put in all my thoughts and mind into it!! Merry Christmas!!
========================================================
I feel so lucky to have a mom like you who gives most of her time in teaching me the great sense of life. I wish you for the most amazing merry Christmas!!
========================================================
Motivational Wishes For Success
Success is like tip of the tail !!! If cat runs to catch the tail. It has to keep running forever. But if it walks in it’s own style. Tail follows!! Live life with your own rules….
Wednesday, 27 November 2019
એક છોકરી (A Girl)
મારી આંખોમાં આવી ખુબ રમે છે.
હું તો છુ અલ્લડ અશાઢી વાયરો,ને
છોકરીને પણ વરસાદ ખુબ ગમે છે.
ગમવાનું કારણ કયાં જઇને શોધવું ?
શોધુ ત્યારે એની પાંપણ નમે છે.
વિસ્તરતો હોઉ હું એના વિચારમાં,
લાગે ત્યારે આખુ આભ ભમે છે.
મારા ઘરમાં આમ તો હું એક્લો,
તોયે,સાથે બેસી એ રોજ જમે છે.
પછી.છોકરીએ છોકરાને ધીમે કહયુ
તારી જેમ, તુંય મને ખુબ ગમે છે."💙
Tuesday, 26 November 2019
Prediction | આગમવાણી
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!
આપણી આસપાસ ના સગા-વહાલાઓ અને ઓળખીતાઓ પર એક નજર નાખજો, આમાથી ઘણી વાત સાચી પડતી જાય છે.
Monday, 25 November 2019
Brother Sister Love ( Bhai Bahen no prem )

અતિ મોહક અતિ સુંદર,
અતિ ચાલાક, ચબરાક,
મમ્મી પપ્પાની ચમચી,
ભારે છટકબાઝ .!
મગજનો દુઃખાવો,
ભારે કલબલાટ,
મારી સાંભળે નઈ,
પતે નહીં ક્યારેય વાત .!
બધી વાતોનું આ ધ્યાન રાખે,
ખતરનાક આ જાસુસ,
ફોન આખો ફેંદી નાખે,
ભારે છે આ ચાપલૂસ .!
ઝઘડાખોર ભલે રહી,
છે અતિ પ્રેમાળ,
સુખદુઃખ ની ભાગીદાર,
બેનડી છે મારી રખેવાળ .!
LifeTime ... Life
હંમેશા સૌની નફરત જ સહેવાની છે.
સૌની સાથે માથાકૂટ જ કરવાની છે,
ગમે કે ન ગમે આપદા જ સહેવાની છે.
સંધ્યા તો સપ્તરંગો ખીલવવાની જ છે,
સંધ્યાની ચટ્ટક કિરણો જ સહેવાની છે.
ચૂંથેલી ફિલોસોફી જ સાંભળવાની છે,
ફિલોસોફરની ભડાશ જ સહેવાની છે.
પ્રણયમાં વફાદારીમાં જ રાખવાની છે,
"અનુ" ને પ્રેમની વેદના સહેવાની જ છે.
અનિલ દવે. ("અનુ")
Thursday, 29 August 2019
Life is now...
Wednesday, 28 August 2019
Miss you
Rain of Love | પ્રેમ નો વરસાદ
ભર ચોમાસે આવી આજ મને કોઈ તરસાવી ગયું,
દિલમા મારા પ્રેમનો વરસાદ કોઈ વરસાવી ગયું.
વહી ગયાં મૂશળધાર ઝરણાં મારી આંખોમાથી યારો,
પથ્થર દિલના મારા હૈયાને આજ કોઈ રડાવી ગયું.
ભીતરની જમીન હતી મારી કોરી ધાકોર જેવી યારો,
નાની સરીખડી યાદની લ્હેરખુ ભીતરે ભીંજવી ગયું.
કેટલી ચાહી હતી મે દિલો જાનથી પણ વધારે યાર,
આપી વિરહની વિદાય મને છેક ઝાંપે કોઈ વળાવી ગયું
કેમેય કરી હમજાવવી આ મનમોજી જાતને મોજીલા,
વગર નશાએ આજ મને કોઈ ગજબનું લથડાવી ગયું.
- જાલમસિંહ વાઘેલા "મોજીલો" માસ્તર.......
Love (પ્રેમ)
Wednesday, 29 May 2019
વ્યસ્ત (Busy)
સૌ વ્યસ્ત છે અહીંયાં ગરદન ઝુકાવવામાં
મેદાન મોકળું છે મસ્તક ઉઠાવવામાં
જો રહી જશે ઉણપ, તો ના માફ કોઈ કરશે
ના કર કદી ઉતાવળ મૂર્તિ બનાવવામાં
પાછો ફરું છું કાયમ એને મળ્યા વગર હું
મશગૂલ હોય છે એ રંગો ઉડાડવામાં
છતની મિલીભગતથી ઘરમાં ઘૂસી ગયા'તા
વરસો વીતી ગયાં એ ધબ્બા હટાવવામાં
બદલાઈ જાય કોઈ સાથે જો હસ્તરેખા
ઉત્સુક છું હાથ સૌની સાથે મિલાવવામાં
Wednesday, 31 October 2018
Friday, 14 September 2018
Ramto Jogi | બાપા ગઢડાવાળા
કિરણ ખોખાણી લિખિત અભિનિત,નિર્મિત હાસ્યરસનો ઉપહાર.. કાઠીયાવાડી કોઠાસુઝના ઓઠાનું અમરપાત્ર એટલે બાપા ગઢડાવાળા
Gujarati Status
કોઈકનું દુઃખ ખેંચી શકો
તેવો પ્રયત્ન કરજો
દુનિયા તો શું,
ઈશ્વર પોતે પણ LIKE કરશે.
Gujarati Kavita
હું મને ના ઓળખાયો, કોઇને કહેશો નહીં.
આયનો પ્રતિબિંબ મારું જોઇને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઇને કહેશો નહીં.
આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઇને કહેશો નહીં.
એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો, કોઇને કહેશો નહીં.
- ગૌરાંગ ઠાકર
Gujarati Kavita | કમાલ થઈ ગઈ...
❛કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.❜
- અનીલ ચાવડા
Wednesday, 12 September 2018
Gujarati Status
ખુલ્લા પુસ્તક જેવું,
ફક્ત એ લોકો માટે બનવું,
જેને એ
વાંચતા આવડતું હોય......
✍✍✍✍✍✍✍
Gujarati Status
ના ખુદાની જરૂર છે..,
તારા વગર શું કરીશ..
આ khaddus ને તારી જરૂર છે...
Sunday, 9 September 2018
Gujarati Status
તો ત્યારે આવે
સાહેબ
જ્યારે સમય અગરબત્તીની
જેમ સળગતો હોય
અને
ગામ આખું સુગંધ લેવા
તડપતુ હોય.
Gujarati Kavita
એવા સમે ખુદા તને પડકારવો હતો.
એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો.
રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો
જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.
ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.
- અશોકપુરી ગોસ્વામી
Gujarati Kavita
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.
અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.
આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા!
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને.
મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.
છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને.
પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે,
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને.
છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.
હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.
- મરીઝ
Gujarati Status
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝૂકી જાય છે,
હમસફર સાચો હોય તો ઈશ્વર પણ ઝૂકી જાય છે.
Gujarati kavita
તું એટલે મારા જીવનનો એવો પ્રકાશ કે જેના પડવાથી જ મારા દિવસની શરૂઆત થઈ જાય...
તું એટલે...
તું એટલે મારા જીવનનું એવું પાનુ કે જેને વાંચવાથી ખુશીનો અહેસાશ થઈ જાય...
તું એટલે...
તું એટલે મારા જીવનનો એવો અવાજ કે જેને સાંભળવાની સાથેજ એક દિલમાં સૂકૂન આવી જાય...
તું એટલે...
તું એટલે મારા જીવનનો પહેલો વરસાદ કે જેના અવવાની સાથેજ મારા જીવનમાં ચારે બાજુ ભીની માટીની સુગંધ છવાય જાય....
Gujarati Status
કહે કૃષ્ણ રાધાને તું કેમ રડે છે ?
રાધા કહે મારી ઢીંગલી ખોવાઈ ગઈ એટલે
રાધા કહે તમે કેમ રડો છો ? ત્યારે કાનો
કહે કે મારી ઢીંગલી રડે ને એટલે..........
Friday, 7 September 2018
Ramto Jogi | વહુનાં રિસામણા ! | Short film | Comedy | Free Download
SAMBANDHO NI SONOGRAPHY Full Gujarati Movie | Free Download
Gujarati Movie Full Free Download - Sambandho ni Sonifraphy
Aa Family Komedy Chhe | Gujarati Comedy Natak Full 2017 | Free Download
Aa Family Komedy Chhe WITH Eng subtitles | Gujarati Comedy Natak Full 2017| Free Download | Sanjay Goradia | Jagesh
Ame Baraf Na Pankhi HD - Gujarati Natak Free Download - Disha Vakani (Dayaben) - Jimit Trivedi
Ame Baraf Na Pankhi HD - Emotional Gujarati Family Natak - Disha Vakani (Dayaben) - Jimit Trivedi
Thursday, 6 September 2018
Wednesday, 5 September 2018
Gujarati Status
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝૂકી જાય છે,
હમસફર સાચો હોય તો ઈશ્વર પણ ઝૂકી જાય છે.
Sunday, 2 September 2018
Gujarati Status
તમારો ને મારો આ તે કેવો સ્વભાવ......
અમે દરિયો લાગણીનો અને
તમારે શબ્દો નો અભાવ.......

















